ગલન અને ગલનબિંદુ કોને કહે છે ? ગલનબિંદુનું મૂલ્ય શેના પર આધાર રાખે છે ?
વ્યાખ્યા આપો : બાષ્પીકરણ અને પ્રસામાન્ય ઉત્કલનબિંદુ
એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?
ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં છે તે જણાવો.
ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો.
ઉષ્મા રૂપાંતરણના આધારે જોડકા જોડો :
કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(a)$ પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો | $(i)$ ગલન ગુપ્ત ઉષ્મા |
$(b)$ પ્રવાહીનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી | $(ii)$ ઉત્કલન ગુપ્ત ઉષ્મા |